ગ્રાહક જે માને છે તે જ સાચું છે: નીશ કણકીવાલા

ગ્રાહક જે માને છે તે જ સાચું છે: નીશ કણકીવાલા

ગ્રાહક જે માને છે તે જ સાચું છે: નીશ કણકીવાલા

Blog Article

રોગચાળા અને જીવનનિર્વાહના ખર્ચને કારણે નોંધપાત્ર નુકસાન સહન કર્યા પછી જૂથને ફરીથી નફો રળતું કરનાર જ્હોન લુઈસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિશ કણકીવાલાએ જાહેર કર્યું કે એક અંડરડોગ માનસિકતાએ તેમને સતત અવરોધોમાંથી બહાર નીકળતા અને વિશ્વની કેટલીક મોટી કંપનીઓના નસીબને બદલતા જોયા છે.

કણકીવાલાએ તા. 15ના રોજ એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં નિહાલ અર્થનાયકે સાથેના પેમલ ડિસ્કશનમાં પ્રેક્ષકોને કહ્યું હતું કે “જ્યારે મેં વિશ્વભરમાં 4,000 રેસ્ટોરન્ટ્સ સાથે બર્ગર કિંગનો બિઝનેસ સંભાળ્યો ત્યારે કોઈએ કહ્યું કે ‘સારું, મેકડોનાલ્ડ્સ નંબર વન છે. જ્યારે મેં પેપ્સિકો સંભાળી ત્યારે કોઈએ કહ્યું, ‘કોકા કોલા નંબર વન છે’. હોવિસ વખતે પણ એવું જ હતું. હંમેશા અંડરડોગ રહ્યો હોવાનું તત્વ છે. જ્યારે હું જ્હોન લુઇસમાં જોડાયો ત્યારે એક વાસ્તવિક દૃષ્ટિકોણ હતો કે મારી પાસે આવડત નથી. પણ હું તે કેવી રીતે કરી શકું તે અંગે મારો અભિપ્રાય હતો, તે મૂળભૂત રીતે લોકોને ખોટા સાબિત કરવાનો સંપૂર્ણ નિર્ધાર છે.”

ઓક્ટોબરમાં, એવી વાત આવી હતી કે કણકીવાલા સીઇઓ તરીકેનું તેમનું પદ છોડી દેશે અને ગયા મહિને ડેમ શેરોન વ્હાઇટના સ્થાને આવેલા નવા ચેરમેન, ટેસ્કો યુકેના ભૂતપૂર્વ બોસ જેસન ટેરીને ટેકો આપવા માર્ચ 2025માં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પાછા ફરશે. પણ વેઇટરોઝ સુપરમાર્કેટ ચેઇન અને 34 ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની માલિકી ધરાવતા ગૃપે જણાવ્યું હતું કે ચીફ એક્ઝિક્યુટિવની ભૂમિકા સીધી રીતે બદલવામાં આવશે નહીં, અને તે બિઝનેસના “પરિવર્તનની નોંધપાત્ર પ્રગતિ” દર્શાવે છે.

66 વર્ષીય કણકીવાલાએ કહ્યું હતું કે “મૂળભૂત પરિવર્તનના આ સમય દરમિયાન બે વર્ષના સમયગાળા માટે ભૂમિકા નિભાવવા માટે સંમત થતાં મને આનંદ થયો હતો. ત્યારથી અમે રિટેલમાં અમારી વ્યૂહરચના તાજી કરી છે; વિકાસ માટે અમારા રોકડ પ્રવાહમાં નોંધપાત્ર સુધારો કર્યો છે; અને પાર્ટનરશિપને આખા વર્ષનો નફો પાછો આપ્યો છે.”

નીશ કહે છે કે “મારા માતા અને પિતા વધુ સારા જીવન માટે આવ્યા હતા, પરંતુ તેમની પાસે વાસ્તવિક પૈસા ન હતા. મારા મમ્મી સાંજનું સાગ બનાવવાનો જરૂરી મસાલો એક ડબ્બામાં અને બીજી બધી સામગ્રી સૂટકેસમાં રાખતા. મકાનમાલિકો સામાન્ય રીતે અમને બહાર કાઢી મૂકતા હોવાથી અમે ઘણું ફર્યા છીએ. તે સમયે, ઇસ્ટ આફ્રિકામાંથી સ્થળાંતર થયું ન હતું. કણકીવાલા પરિવાર ત્યારે નોર્થ લંડનના વોલ્ધામસ્ટોમાં વસતા થોડા એશિયન પરિવારોમાંના એક હતા.

Report this page